WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Loan

દિલ્હીના સીએમની ધરપકડ કરતા પહેલા ઈડીએ અરવિંદ કેજરીવાલ પાસે આ કામ કરાવ્યું

શરાબ નીતિમા કૌભાંડ મામલામાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. ધરપકડ કરતા પહેલા તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલ પાસેથી તેમનો ફોન લઈને તેને જપ્ત કરી લીધો હતો. ઈડીએ પ્રોટોકોલ અંતર્ગત સીએમની ધરપકડ કરતા પહેલા તેમને અરેસ્ટ મેમો આપ્યો હતો. ફક્ત મેમો જ આપ્યો એટલું નહીં પણ આ મેમો વાંચીને સંભળાવ્યો હતો. આ મેમોમાં અરવિંદ કેજરીવાલને એ કહેવામાં આવ્યું કે, તેમને ક્યા ગ્રાઉન્ડ પર ધરપકડ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી શરાબ કૌભાંડ મામલામાં કુલ બે કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસ ઈડી પાસે છે, જ્યારે બીજો કેસ સીબીઆઈ પાસે છે. સીબીઆઈ ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. તો ઈડી મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત મની ટ્રેલની કડીઓ જોડવામાં લાગી છે.

સીએમની ધરપકડના સમાચાર આવતા તેમના ઘરની આજુબાજુમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચી ગયા હતા. મામલાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી. દિલ્હી પોલીસે પણ સીએમ હાઉસ બહાર કલમ 144 લગાવી દીધી હતી. રેપિડ એક્શન ફોર્સની તૈનાતી પણ અરવિંદ કેજરીવાલના ઘર બહાર લગાવી દીધી હતી. પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસે બસમાં ભરીને લઈ જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *