WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Scheme

ફ્રી સિલાઈ મશીન યોજના ઘરબેઠા ફોર્મ ભરો

ફ્રી સિલાઈ મશીન યોજના 2024: આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના દ્વારા, રસ ધરાવતી મહિલાઓ ફ્રી સિલાઇ મશીન માટે અરજી કરી શકે છે. આ લેખમા યોજના વિશે માહિતી અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી જોઇએ.

Free Silai Machine Yojana Gujarat 2024

યોજનાનું નામફ્રી સિલાઈ મશીન યોજના 2024
Free Silai Machine Yojana Gujarat 2024
રાજ્યગુજરાત
હેતુમહિલાઓને સ્વરોજગારી કરી આત્મનિર્ભર બનાવવી
વિભાગમાનવ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ
કોને લાભ મળેમહિલાઓને
સહાયરૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે.
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in
https://sje.gujarat.gov.in/

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો મુખ્ય હેતુ

  • ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે.
  • ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે.
  • મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે મળવાપાત્ર સહાય

માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. આ સાધન સહાય યોજના હેઠળ 21,500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 મેળવવા માટે મુખ્ય શરતો

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજનાના ઉમેદવારોને નીચેની લાયકાતની આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.

  • માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે.
  • અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ.
  • ફ્રીસિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
  • રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચુંટણી કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું
  • જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતા પ્રમાણપત્ર
  • જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?

મહિલાએ આ યોજનામાં અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, કેવી રીતે અરજી કરવી અને આ માટેની પ્રક્રિયા નીચે જોઈ શકાય છે:

  • સૌપ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
  • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
  • ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
  • તેમા સૌપ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
  • અરજદારે આધાર કાર્ડ ની નકલ, રેશન કાર્ડની નકલ વગેરે document upload કરવાના રહેશે.
  • ત્યાર બાદ application વાંચ્યા બાદ confirm કરવાના રહેશે.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.

ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024

કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે, તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ફોર્મ www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *