WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Loan

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

સવારમાં ઊઠી ગયા પછી પણ શું તમને સુસ્તીનો અનુભવ થાય છે, શું તમારુ બોડી એનર્જી સેવિંગ મોડ પર જ રહે છે? જો હા તો તે સુસ્તી તરફ ઈશારો કરે છે. કેટલીકવાર તો તેમને પોતાની જગ્યાએથી પણ ઊભુ થવુ ગમતુ નથી. તેના કારણે શરીરમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ હુમલો કરી શકે છે. એવામાં સુસ્તી છોડો ને તેનું સાચુ કારણ ઓળખીને શારીરિક થાક દૂર કરો. જનરલ ફિઝિશિયન ડૉ. અનિલ તોમર પાસેથી જાણીએ શરીરમાં હંમેશા સુસ્તી કેમ રહે છે?

સવારે ઊઠતા વેંત જ થાકોડો કેમ લાગે છે?
વિટામિન-Dની કમીના કારણે બ્લડપ્રેશર પર અસર થાય છે, સવારમાં ગભરામણ થાય છે, બીમારીઓ સામે લડવાની ક્ષમતા નબળી પડવા લાગે છે. ડાયાબિટીસ, હાઈપરટેન્શન પણ આ ઉણપને કારણે થાય છે. વિટામિન-Dની ઉણપ ડિપ્રેશન જેવી સમસ્યાને વધારવા માટે પણ જવાબદાર છે. હાડકામાં દુખાવો, જકડામણ, સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. નબળાઈ વધવા લાગે છે ને સવારે ઉઠ્યા પછી વ્યક્તિને થાકોડો મહેસૂસ થાય છે.

સુસ્તીના સંકેતોને સમજો
શરીરમાં જો નિરંતર સુસ્તી આવતી હોય તો તે સામાન્ય નથી. આવી સ્થિતિમાં સુસ્તી માટેનાં આ કારણો સમજવાં જરૂરી છે:

શરીરમાં આયર્નની ઉણપ
આયર્નની ઉણપ થાક અને સુસ્તીનું કારણ હોઈ શકે છે. જો તમે કારણ વગર લાંબા સમય સુધી બેડ પર પડ્યા રહો છો તો તે આયર્નની ઉણપને કારણે થાય છે. મોટાભાગની સ્ત્રીઓમાં આયર્નની ઉણપ હોય છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં આયર્નની ઉણપ વધારે હોય છે. જો તમે પણ આયરનની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છો તો લીલા શાકભાજીને ડાયટમાં સામેલ કરો. આ સાથે જ આયર્ન સપ્લિમેન્ટ્સ પણ લો, જેથી શરીરમાં ભરપૂર એનર્જી રહે.

ઊંઘનો અભાવ
પૂરેપૂરી ઊંઘ ન લેવી અથવા ખૂબ જ લાંબા સમય સુધી જાગવું એ થાક અને સુસ્તીનું કારણ છે, તેથી દરરોજ પૂરતી ઊંઘ લેવી. સારા સ્વાસ્થ્યનું રહસ્ય એ પુષ્કળ ઊંઘ છે. યોગ્ય ઊંઘ ન લેવાથી તમે થાક અનુભવો છો તેમજ દિવસભર સુસ્તી રહે છે અને ત્વચા પર પણ આડઅસર પડી શકે છે.

તણાવમાં રહેવુ
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી પણ શરીર એકદમ નિસ્તેજ અને થાકેલું બની જાય છે. તણાવ મહેસૂસ થાય તેવી બાબતોથી દૂર રહો. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. સુસ્તી એ તમારા તણાવમાં વધારો કરી શકે છે અને તમને ગંભીર રીતે બીમાર પણ પાડી શકે છે. ખુશ રહેવાથી શરીર ઊર્જાવાન રહે છે. તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ગાઢ ઊંઘ પણ જરૂરી છે.

સંતુલિત ભોજન
તમે શું ખાઈ રહ્યા છો અને શું નહી? તેની અસર શરીર પર પડે છે. સંતુલિત ભોજન લેવાનો પ્રયાસ કરો. જો તમે યોગ્ય આહાર ન લો તો સુસ્તી અને થાક આવે છે. ખોરાકની ગુણવત્તા શરીરને અસર કરે છે, તેથી તમારા ભોજનમાં તમામ પ્રકારના વિટામિન્સ અને ખનિજોને સામેલ કરો.

ડિહાઇડ્રેશનની સમસ્યા
ડિહાઇડ્રેશનથી થાક પણ લાગે છે. જો તમે દિવસભર 6થી 8 ગ્લાસ પાણી ન પીતા હોવ તો અનિદ્રા, શરીરમાં ખેંચાણ, દુખાવો, ચક્કર આવવા, એનર્જીની કમી જેવી સમસ્યાઓ થઈ શકે છે. દિવસમાં 6થી 8 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત, શક્ય તેટલા પ્રવાહીનું સેવન કરો. આનાથી તમને થાક નહીં લાગે અને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે.

વજન વધી જવું
વધતા વજનને કારણે પણ થાક અનુભવાય છે. વજનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. વધારે વજનને કારણે થાક તો લાગે જ છે, સાથે જ તેનાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.

વ્યાયામ કરવો
જે લોકો વધુ પડતી કસરત કરે છે, તેમનું શરીર પણ સુસ્ત રહે છે. કસરત કરવાથી બધી જ ઊર્જા ખતમ થઈ જાય છે, તેથી દરરોજ 40 મિનિટથી વધુ સમય સુધી વ્યાયામ ન કરો.

સુસ્તી દૂર કરવા ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો

પ્રોટીન: શરીરના ટિશ્યુના નિર્માણ, જાળવણી અને સમારકામમાં પ્રોટીનની જરૂર પડે છે. દૂધ, સોયાબીન, ઈંડા, કઠોળ, દૂધ અને માંસમાં તમને ભરપૂર પ્રોટીન મળી રહે છે.
કેલ્શિયમ: આ પોષકતત્વ હાડકા અને દાંત ઉપરાંત મસલ્સને પણ મજબૂત બનાવે છે. તે વધતા બાળકો માટે મહત્વપૂર્ણ છે. દૂધ, દહીં, ચીઝ, ટોફુ, પાલક, બ્રોકલીમાં ખૂબ જ સોયાબીન હોય છે.
ફાઇબર: જો તમે પાચનને યોગ્ય રાખવા માગો છો તો ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ખાવ. આ માટે સફરજન, નાસપતિ, ઓટ્સ, આખા અનાજ અને ડ્રાયફ્રૂટ્સ ખાઓ.
આયર્ન: આ પોષકતત્વ શરીરમાં લોહી બનાવવાનું અને તમામ અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ છે. તે આખા અનાજ, કઠોળ, સૂકામેવા, દાડમ, બીટરૂટ અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં પૂરતું છે.

સુસ્તીના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે. તેથી, તે કારણો જાણીને તેને દૂર કરો અને શરીરને ઉર્જાવાન અને સક્રિય રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *