ઘરઘંટી સહાય યોજના ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા જાણો કોને અને ક્યારે મળશે
જરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિ સ્વ રોજગાર મેળવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજના વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે. આ યોજના થકી ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વ રોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થી ગુજરાતના ગરીબ લોકો ને ઘણો ફાયદો થતો હોય છે.
તો આપણે આ આર્ટિકલ દ્વારા એ જાણીશું કે ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળશે તો આ આર્ટિકલ અંત સુધી વાંચજો.
માનવ કલ્યાણ યોજના થકી ગુજરાતમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વ રોજગાર ખોલવા માટે ઘરઘંટી સહાય યોજના હેઠળ કુલ ૧૫,૦૦૦ રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ યોજના થી સરકાર આર્થિક રીતે પછાત લોકોની આર્થિક રીતે મદદ કરતી હોય છે.
આ ઘરઘંટી થી વ્યક્તિ નવો ધંધો ચાલુ કરીને પોતાનું ભરણપોષણ કરી શકે છે. તેમજ આર્થિક રીતે પગભર રહીને પોતાનું જીવન પસાર કરી શકે એમ છે.
Ghar Ghanti Sahay Yojana 2024
યોજના નું નામ | માનવ કલ્યાણ યોજના(ઘરઘંટી સહાય યોજના) |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | કમિશનર, કુટીર, ગ્રામોદ્યોગ વિભાગ |
લાભાર્થી | આર્થિક રીતે પછાત વર્ગો |
મળવાપાત્ર સહાય | કુલ ૧૫,૦૦૦ રૂપિયા ની સહાય |
સત્તાવાર વેબસાઇટ | e-kutir.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 07923259591 |
યોજનાનો હેતુ
આ ઘરઘંટી યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત લોકો ને સ્વરોજગાર ખોલવાના હેતુથી ઘરઘંટી માટે સહાય આપવી. આ યોજના થી ગરીબ લોકો પોતાની રીતે નવો ધંધો ચાલુ કરી શકે અને આર્થિક રીતે તેમનો પણ વિકાસ થાય તેમજ તે પણ પગભર રહીને પોતાનો ઘરસંસાર ચલાવી શકે. તો સરકાર નો મુખ્ય હેતુ આર્થિક વિકાસ કરવાનો અને ગરીબી દૂર કરવાનો છે. તો આપણે આ યોજના વિશે આગળ પણ વાંચીએ.
ઘરઘંટી યોજના માં કોણ લાભ લઇ શકે
આ યોજના માટે કેટલીક શરતો અને પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદારે ઘરઘંટી ચલાવે છે તેવું અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થી ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર B.P.L કાર્ડ ધારકો હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજદાર ની વર્ષિક આવક ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ – Ghar Ghanti Sahay Yojana Benefits
ઘરઘંટી સહાય યોજના હેઠળ નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:
- આર્થિક રીતે પછાત લોકો ને અનાજ દળવાની ઘંટી પેટે કુલ ૧૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ B.P.L યાદીમાં આવતા લોકો ને મળે છે.
- ઘરઘંટી થી વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે છે.
- આ યોજના થી વ્યક્તિ પગભર રહીને જીવન પસાર કરી શકે છે.
ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Flour Mill Sahay Yojana Gujarat Documents
- ઘરઘંટી સહાય યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે:
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદારે ઘરઘંટી ચલાવાની તાલીમ લીધી હોય તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- અનાજ દળવાની ધંધો કરતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
- ચૂંટણી કાર્ડ
- બેંક પાસબુક
ઘરઘંટી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? – Ghar Ghanti Sahay Yojana Apply Online
ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની નીચે મુજબ સ્ટેપ ફોલો કરો: