ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો આ રીતે
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અનેક નવીન યોજનાઓ ચાલુ કરેલ છે. રાષ્ટ્રન વિકાસ માટે દરેક વર્ગોનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને રાખીને દરેક વર્ગો માટે યોજનાઓ બનાવેલ છે. દેશની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના બનાવેલ છે. ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવેલ છે. દેશના નાગરિકો માટે આયુષ્યમાન ભારત યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ ઓનલાઈન Ayushman Card કઢાવી શકો છે. આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
જો તમે આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી. અથવાખોવાઈ ગયું છે, તૂટી ગયું છે કે પછી ઘરે આવ્યું જ નથી. તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. કારણ કે, આ આર્ટિકલમાં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કરવા માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે.
Highlight Point of Download Ayushman Card Online
આર્ટિકલનું નામ | આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY |
વિભાગ | નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર |
ક્યારે શરૂ કરવામાં આવી? | સપ્ટેમ્બર ૨૦૧૮ |
લાભાર્થી | ભારતીય નાગરિક |
મુખ્ય ફાયદા | માન્યતા મળેલ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
યોજનાનો ઉદ્દેશ | જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
હેલ્પલાઇન નંબર | 14555/1800111565 |
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ | pmjay.gov.in |
How to Download Ayushman Card Online | કેવી રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું?
આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓનલાઈન કાર્ડ Download કરી શકાય છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Step 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર “Download Ayushman Card” ટાઈપ કરો.
Step 2 : ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
Step 3 : હવે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને “Validate” પર ક્લિક કરવાનું રહેશે.
Step 4 : હવે તમારું લોગિન ખૂલ્યા બાદ ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.
Step 5 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરીને Scheme માં PMJAY સિલેક્ટ કરવાનું રહશે.
Step 6 : તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
Step 7: ત્યાર બાદ તમારા આધારકાર્ડ સાથે જે રજીસ્ટર મોબાઈલ નંબર લિંક હશે, તે મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 8 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે.
Step 9 : છેલ્લે, Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.