જો તમારા ઘરમાં પણ દીકરીનો જન્મ થયો હોય , તો મેળવો એક લાખ દસ હજારની સહાય
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વહલી દિકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ લેખમાં, અમે ચર્ચા કરીશું કે તમે કેવી રીતે “વહાલી દીકરી યોજના” ના લાભો મેળવવા માટે અરજી કરી શકો છો, અમે યોજનાના ઉદ્દેશ્યો, પાત્રતાના માપદંડો અને અન્ય આવશ્યક માહિતીને પણ આજના લેખમાં તમને જણાવીશું . વાલી દિકરી યોજના દીકરી ઓ નો જન્મ દર વધારવા અને કન્યા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના 2019 થી લાગુ પાડવામા આવી છે , આ યોજના હેઠળ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે , જે ત્રણ આપતા સ્વરૂપમાં આપવામાં આવે છે તો ચાલો જાણીએ તમામ માહિતી આજના લેખમાં .
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત 2024 (Vahali Dikri Yojana in Gujarati 2024 ) |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
માહિતીની ભાષા | ગુજરાતી |
યોજના હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું |
મળવાપાત્ર રકમ | ₹ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) |
સત્તાવાર વેબસાઇટ | https://wcd.gujarat.gov.in/ |
વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા
- જો વાલી દિકરી યોજના નો લાભ તમે મેળવવા માગતા હોય તો નીચે પાત્રતા તમે ધરાવતા હોવા જોઈએ
- વાલી દિકરી યોજના નો લાભ લેનાર લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
Vahli Dikri Yojana Document List | જરૂરી દસ્તાવેજો યાદી
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
- દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
- દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવવું
વ્હાલી દિકરી યોજના’ નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/ સીડીપીઓ (ICDS) કચેરી/જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્યે મળશે.
વ્હાલી દિકરી યોજનામાં આવક મર્યાદા
ક‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નિની સંયુકત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન ।.૨,૦૦,૦૦૦- કે તેથી ઓછી હોવી જોઇએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના છે સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
મળવાપાત્ર લાભઃ-
પ્રથમ હપ્તો
- દકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે
- ।. ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.
બીજો હપ્તો
- નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦/-
- ની સહાય મળવાપાત્ર થશે.
છેલ્લો હપ્તો
- ૫૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂા. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે. પરંતુ દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
મહત્વપૂર્ણ લિંક :
સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |