તમને કોઈ આવો ચેક પકડાવી દે તો એકવાર આ નિયમ સંભળાવી દે જો, શાન ઠેકાણે આવી જશે
ભારતમાં ચેક બાઉન્સ થાય તો તેને નાણાંકીય અપરાધ માનવામાં આવ્યો છે. તેથી ચેક લખતા પહેલા તમારા બેંક એકાઉન્ટને એક વખત અવશ્ય ચેક કરી લો, નહીં તો જેલની સજા થઇ શકે છે. સાથે જ જો તમને કોઇએ આપેલો ચેક બાઉન્ચ થાય છે, તો તેના પર પણ કાયદાકિય કાર્યવાહી થઇ શકે છે. તો ચાલો જાણીએ કે તમને કોઇએ આપેલો ચેક જમા કરાવ્યો અને તે બાઉન્સ થાય છે તો તમને ક્યાં અધિકારો મળે છે.
ચેક બાઉન્સના કિસ્સામાં થશે લીગલ એક્શન – જો કોઇએ આપેલ ચેક બાઉન્સ જાય છે તો તેના નામે લીગલ નોટિસ જાહેર કરવામાં આવશે. જો આ નોટિસનો જવાબ 15 દિવસની અંદર નથી મળતો તો તે વ્યક્તિની સામે ‘Negotiable Instrument Act 1881’ના સેક્શન 138 અંતર્ગત કેસ કરવામાં આવે છે. ચેક બાઉન્સનો કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ 1881ની કલમ 148 અંતર્ગત દાખલ કરાવી શકાય છે.
ચેક બાઉન્સ થવા પર થાય છે સજા – ચેક બાઉન્સ જવો એક દંડનીય અપરાધ માનવામાં આવે છે. આવા કિસ્સામા ચેક બાઉન્સ પનિશમેન્ટ તરીકે નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 અંતર્ગત મહત્તમ 2 વર્ષની સજા અને દંડની જોગવાઇ છે. પરંતુ સામાન્ય અદાલત 6 મહીના અથવા 1 વર્ષની જેલની સજા સંભળાવે છે. જે અંતર્ગત કલમ 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે.
ચેક બાઉન્સ જવા પર કેટલો દંડ? – ચેક બાઉન્સ પેનલ્ટી રૂ.150થી લઇને 750 અથવા 800 રૂપિયા સુધી હોઇ શકે છે. સાથે જ 2 વર્ષની જેલની સજા અને ચેકમાં લખવામાં આવેલ રકમથી બમણી રમકનો દંડ અથવા બંને લગાવવામાં આવી શકે છે. પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે ચેક લખનાર વ્યક્તિના એકાઉન્ટમાં પર્યાપ્ત રકમ ન હોય અને બેંક ચેકને ડિશઓનર કરી દે.
ચેક બાઉન્સની સજા થાય તો શું કરવું? – ચેક બાઉન્સના ગુનામાં 7 વર્ષથી ઓછી સજા છે તેથી તેને જમાનતી ગુનો માનવામાં આવે છે. તેના અંતિમ નિર્ણય સુધી વ્યક્તિને જેલની સજા થતી નથી. જો કોઇને તેની સજા મળે છે તો તે ટ્રાયલ કોર્ટ સામે દંડ પ્રક્રિયા સહિતની કલમ 389(3) હેઠળ પોતાનું આવેદન રજૂ કરી શકે છે.