તમારા નામે કોઈએ લોન લીધી છે કે નહીં, ઓનલાઈન કરો ચેક
પહેલો સવાલ એ થાય છે કે તમારી જાણ વગર કોઈ તમારા નામ પર લોન લઈ કેવી રીતે શકે? બીજો સવાલ એ છે કે તમને આ મામલે કેવી રીતે જાણ થશે અને તમે કેવી રીતે બચી શકો છો?
આજકાલ લગભગ બધા જ લોકો લોન લેતા હોય છે. અને લોન લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી છે. જો તમે લોન લઈને હપતા બરાબર નથી ભરતા તો તમારો ક્રેડિટ સ્કોર બગડે છે અને ભવિષ્યમાં લોન લેવામાં તકલીફ પડે છે. પરંતુ શક્ય છે કે કોઈએ તમારા નામે લોન લીધી હોય, અને પછી ભરી ન હોય તો તમારો ક્રેડિટ સ્કોર તો બગડશે જ તમારે કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. તમને સવાલ થશે કે આપણા નામે આપણને જાણ કર્યા વગર કોઈ લોન કેવી રીતે લઈ શકે ?
ડિજિટલ દુનિયામાં કંઈ પણ શક્ય છે. કોઈના નામે કોઈએ લોન લીધી હોય, એવા ઘણા કિસ્સા છાપામાં આવી ચૂક્યા છે. આપણે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવ જુદા જુદા દસ્તાવેજ ઘણી બધી જગ્યાએ આપતા હોઈએ છીએ. એટલે આપણા આવા જરૂરી દસ્તાવેજનો ઉપયોગ કરીને કોઈને કોઈ આપણા નામે લોન લે તેવી આછી પાતળી શક્યતા રહે છે. અહીં અઘરી વાત એ છે કે તમારા નામે કોઈએ લોન લીધી હોય, તો તમને ખબર જ નથી પડતી.
સાઇબર ગઠિયાઓ આપના નામે લોન લઇ થઇ જાય છે રફુચક્કર
સાઈબર ગઠિયાઓ લોકોને ખંખેરવા માટે આવા કામ કરતા રહે છે. તેઓ તમારા નામે લોન લઈને પૈસા લઈને રફૂચક્કર થઈ જાય છે. આ માટે તેમની પાસે તમારા કેટલાક દસ્તાવેજ જ હોવા જરૂી છે. કોરોનાકાળ દરમિયાન આવા અઢળક કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે તમને ખ્યાલ આવે કે કોઈએ તમારા નામે લોન લીધી છે, ત્યારે તેના પર વ્યાજ ચડી ચૂ્યુ હોય છે, પેનલ્ટી લાગી ચૂકી હોય છે. આવી ઘટનામાં સૌથી પહેલો સવાલ એ થાય છે કે તમારી જાણ વગર કોઈ તમારા નામ પર લોન લઈ કેવી રીતે શકે? બીજો સવાલ એ છે કે તમને આ મામલે કેવી રીતે જાણ થશે અને તમે કેવી રીતે બચી શકો છો?
લોન ફ્રોડને આ રીતે અપાય છે અંજામ ?
આ આખા કિસ્સામાં તમને એ સમજાવી દઈએ કે કોઈ વ્યક્તિ તમારા નામે તમારી જાણ બહાર લોન કઈ રીતે લઈ શકે? તો સ્કેમર્સ તમારો ડેટા ક્યાંકથી મેળવે છે, જેમાં તમારું નામ, તમારું પાન કાર્ડ, મોબાઈલ નંબર હોય છે. પછી તેઓ તમારા નામે 10 હજાર, 15 હજાર જેવી નાની નાની રકમની લોન લે છે, જેમાં ખાસ વેરિફિકેશનની માથાકૂટ નથી હોતી, લોન સરળતાથી મળી જાય છે.
તમે ઘણી ઈન્સ્ટન્ટ લોન એપ્સ વિશે પણ જાણતા હશો, જે થોડા જ સમયમાં પર્સનલ લોન આ્રપી દે છે. સ્કેમર્સ આવી જ એપનો ઉપયોગ કરીને બીજાના નામે લોન લે છે. ઈન્સ્ટન્ટ લોન પ્રોવાઈડર્સ એપ માત્ર ગ્રાહકોના પેન કાર્ડ અને મોબાઈલ નંબર પર નાની નાની લોન આપી દે છે.
કોઈએ તમારા નામે લોન લીધી છે કે નહીં આ રીતે ચેક કરો
તમે જુદા જુદા કામ માટે તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ શૅર કરતા રહો છો. તમારું પાન કાર્ડ તમારા બેન્ક અકાઉન્ટ સાથે લિંક હોય છે. એટલે તમે સમયાંતરે તમારો સિબીલ સ્કોર ચેક કરી શકો છો. જેના પરથી તમારા નામે ચાલતી લોનનું સ્ટેટસ ખબર પડી શકે છે. જો કોઈએ તમારા નામે લોન લઈને ભરી નથી, તો તમારો સિબીલ સ્કોર એકદમ ડાઉન જતો રહ્યો હશે.
સાથે જ તમારા નામે કેટલી લોન છે, કેટલા ક્રેડિટ કાર્ડ છે, તે પણ તમે ક્રેડિટ રિપોર્ટ દ્વારા જાણી શકો છો. ક્રેડિટ રિપોર્ટમાં કોઈ પણ વ્યક્તિના નામે ચાલુ લોન્સ અને ક્રેડિટ કાર્ડ અંગેની માહિતી હોય છે. તમે તમારો ક્રેડિટ રિપોર્ટ CIBIL, Equifax, Experian અને CRIF HIGH Mark પરથી ક્રેડિટ રિપોર્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત બીજી કેટલીક થર્ડ પાર્ટી એપ્સનો પણ ઉપયોગ કરીને પણ ક્રેડિટ રિપોર્ટ મેળવી શકાય છે.
આ માટે તમારે બસ કોઈ પણ વેબસાઈટ પર જઈને નામ લખવાનું છે, એડ્રેસ લખવાનું છે, મોબાઈલ નંબર અને ઓટીપી એન્ટર કરવાનો છે. બસ તમને તમારા નામ પર રહેલી બધી જ લોન અંગે માહિતી મળી જશે.
જો તમને લાગે કે તમારા ક્રેડિટ રિપોર્ટમાં કોઈ ગરબડ છે, કોઈ અજાણી લોન છે, તો તમે ક્રેડિટ બ્યુરો અને લોન આપનાર કંપની કે એપનો સંપર્ક કરી શકો છો.
ફેક લોનના સાઈબર ફ્રોડથી બચવા આટલું કરો.
કોઈ તમારા નામે લોન લઈને તમને ફસાવી ન દે, તેના માટે સાવચેત રહેવું જરૂરી છે.
સૌથી પહેલા તો આધાર અને પાન જેવા મહત્વના દસ્તાવેજ ગમે તે વ્યક્તિ સાથે શૅર ન કરો.
જો તમારે કોઈ કિસ્સામાં પાન કાર્ડ અને આધાર કાર્ડ શૅર કરવાનું જ છે, તો તેની કોપી પર કારણ લખીને આપો. જેથી તેઓ તેનો દુરુપયોગ ન કરી શકો. અને કારણ એવી રીતે લખો કે ટેક્સ્ટનો કેટલોક ભાગ તમારા કાર્ડની કોપી પર પણ આવે.
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે થોડી સતર્કતા જરૂરી છે. આધાર અને પેન કાર્ડ જેવી ડિટેઈલ્સ અજાણ્યા વ્યક્તિઓ સાથે શૅર ન કરો.
કોઈ પણ પરિસ્થિતિમાં જો તમારે તમારા પેન કાર્ડ અને આધાર કાર્ડની કૉપી શૅર કરવી પડે, તો કોપી પર કારણ લખવાનું રાખો. એટલે આ કોપી કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ કારણસર યુઝ ન કરી શકે. આવું કરતી વખતે કારણ એ રીતે લખો કે તેનો કેટલોક હિસ્સો તમારા કાર્ડ પર પણ આવે, જેના લીધે તમારા કાર્ડની કોપીનો દુરુપયોગ નહીં થઈ શકે.