તમારુ આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાઇ રહ્યું છે ? કોઇ અન્ય તો ઉપયોગ નથી કરી રહ્યુંંને ? આ રીતે કરો ચેક
સરકારી યોજનાનો લાભ લેવા સુધી લગભગ મોટા ભાગના કામમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે એ વસ્તુ જાણવી જરૂરી છે કે આપણૂં આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાઇ રહ્યુ છે, અન્ય કોઈ તો આપણા આધાર કાર્ડનો મિસ યુઝ નથી કરતું તો એ કેવી રીતે ખબર પડે? તો અત્યારેજ નીચે આપેલ લેખ દ્વારા મેળવો માહીતી અને કરો તમારા આધાર કાર્ડના ઉપયોગનો ચેક
શેના આધારે કરશો ચેક કે તમારુ આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાઇ રહ્યુંં છે ?- Aadhaar Card Online Check
Aadhaar Card સરકારી કે બિનસરકારી લગભગ દરેક કામમાં વેરિફિકેશન માટે Aadhaar Card નંબર નાખવો પડે છે અને અત્યારના સાઇબર ફ્રોડના યુગમાં જો કોઈ ખોટી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર ચાલ્યો જાય તો લેવાના દેવા પડી શકે છે. તો એવામાં તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે તે વસ્તુ જાણવું ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડ માટેની સરકારી સંસ્થા ‘Unique Identification Authority of India’ એટલે કે UIDAI તમને એ સુવિધા આપે છે એના આધારે તમે ચેક કરી શકો છો.
તમારુ આધારકાર્ડ ક્યાં ક્યાં વપરાઇ રહ્યું છે આ રીતે કરો ચેક – Aadhaar Card Online Check
- UIDAI દ્વારા આપવામાં આવેલ ટૂલથી તમે જાણી શકો છો કે તમારું આધાર વેરિફિકેશન માટે ક્યાં વપરાયું છે અને તેની હિસ્ટ્રી શું રહી છે. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
- ત્યારબાદ My Aadhaar પર જાઓ અને અહીં તમને ‘Aadhaar Services’નો ઓપ્શન જોવા મળશે. ત્યાં ‘Aadhaar Authentication History’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાંથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે 12 ડિજિટના આધાર નબંર નાખવા પડશે. એ પછી તમારે CAPTCHA Code કોડ નાખવો પડશે અને Generate OTP પર ક્લિક કરવું પડશે
- આં કરતાં ની સાથે જ સ્ક્રીન પર બીજું પેજ ખુલશે જ્યાં તમને આધારમાં ડોક્યુમેન્ટ અપડેટથી લઈને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના ઘણા ઓપ્શન દેખાશે. તમારે Authentication History પર ક્લિક કરવાનું છે જ્યાં Authentication યુઝર એજન્સી કે કોઈ વ્યક્તિ દ્વારા તમારું આધાર છેલ્લા 6 મહિનામાં ક્યાં ક્યાં વપરાયું છે તેની બધી જ ડિટેલ મળી જશે.
જેમ કે કોઈએ તમારા આધાર કાર્ડનું મિસયુઝ કર્યો છે તો આધારની ડિટેલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTP શેમાંથી લેવામાં આવી છે. આધારનો ઉપયોગ કઈ તારીખ અને ક્યા સમય પર થયો છે. કોઈ વ્યક્તિએ કે પછી ટેલીકોમ કંપની, બેંક કે કોઈ ઓથેન્ટિકેશન યુઝર એજન્સીએ તમારા આધારનો ઉપયોગ કર્યો છે એ પણ ખબર પડી જશે. સાથે જ એ સમયે તમારૂ આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ થયું અને ફેલ થયું તો કેવી રીતે એ પણ ખબર પડી જશે તો મિત્રો આ રીતે તમે તમારુ આધાર કાર્ડ ક્યાં ઉપયોગ થયો છે એના વિશે જાણકારી મેળવી શકશો.
UIDAI Aadhaar Card અન્ય જાણકારી
આધાર કાર્ડની સેફટીના મુદ્દાને ધ્યાનમાં રાખીને UIDAI એ આધાર કાર્ડની ફોટોકૉપી આપવાની જગ્યાએ માસ્કડ આધારના ઉપયોગની પણ સલાહ આપી છે. માસ્કડ આધારમાં કોઈને પણ આધાર કાર્ડના છેલ્લા 4 ડીજીટ જ જોવા મળે છે જે તમે https://myaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.