મારે લોનના EMI ચાલુ હોય તો મસમોટી રાહત, હવે હપ્તો ચૂકી જવાય તો બેંકો આ દંડ નહીં વસૂલી શકે
માન્ય રીતે જ્યારે પણ આપણે કોઈ બેંક કે સંસ્થા સાથે લોન લઈને છે ત્યારે તેને સામગટે અથવા તો હપ્તામાં ચૂકવવી પડે છે. આ દરમિયાન ઘણીવાર વક્તિ કોઈને કોઈ કારણસર આવા EMI ભરવામાં નિષ્ફળ નિવડે છે. તેવામાં બેંક દ્વારા આવા ડિફોલ્ટ ઈએમઆઈ પર તગડી ફી વસૂલવામાં આવે છે. જો કે હવે આ બાબતે મોટા અપડેટ સામે આવ્યા છે. જે મુજબ દેશની કેન્દ્રીય બેંકે આ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેને 1 એપ્રિલ 2024થી લાગુ કરવામાં આવ્યા છે.
જો તમે કોઈપણ લોનની EMI ચૂકવો છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન ખાતાઓ પર દંડ ચાર્જ (Penal Charge) અને દંડ વ્યાજ (Penal Interest)સંબંધિત નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે. આ નિયમો બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરવા અથવા લોનના અન્ય નિયમોનો ભંગ કરવા બદલ ઉધાર લેનારાઓ પાસેથી વધારાનો ચાર્જ વસૂલતા અટકાવે છે.
ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને દંડાત્મક વ્યાજ (Penal Interest) વસૂલતા અટકાવી દીધા છે, જે સમાન માસિક હપ્તાઓ (EMIs) ની ચુકવણીમાં વિલંબ માટે ગ્રાહકો પાસેથી વારંવાર વસૂલવામાં આવે છે. જોકે, આરબીઆઈએ ધિરાણકર્તાને પેનલ્ટી ચાર્જિસ વસૂલવાની પરવાનગી આપી છે. જો કે, બેંકોએ ખાતરી કરવી જોઈએ કે આ શુલ્ક લોનની રકમમાં ઉમેરવામાં ન આવે અથવા તેના પર વધારાના વ્યાજની ગણતરી કરવામાં ન આવે.
બેંકો આવક વધારવા માટે ચાર્જ લગાવે છેઃ દંડાત્મક વ્યાજ અને ચાર્જ લાદવા પાછળનો હેતુ લોન પરત ચૂકવવામાં શિસ્તની ભાવના પેદા કરવાનો છે. આ શુલ્કનો ઉપયોગ આવક વધારવા માટે થવો જોઈએ નહીં. જો કે, સેન્ટ્રલ બેંકની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ તેમની આવક વધારવા માટે દંડ અને શુલ્ક લાદે છે, જેના કારણે ગ્રાહકોની ફરિયાદો અને વિવાદો થાય છે.
દંડ ચાર્જ વિ દંડ વ્યાજઃ ડિફોલ્ટ અથવા બિન-અનુપાલનના કિસ્સામાં, ધિરાણકર્તાઓ ઘણીવાર દંડ લાદે છે, જે નિશ્ચિત ચાર્જ (પીનલ ચાર્જ) અથવા વધારાના વ્યાજ (દંડીય વ્યાજ) ના સ્વરૂપમાં હોઈ શકે છે. દંડ ચાર્જ એ નિશ્ચિત ચુકવણી ચાર્જ છે અને તે વ્યાજમાં ઉમેરવામાં આવતો નથી જ્યારે દંડાત્મક વ્યાજ એ ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા વર્તમાન વ્યાજ દરમાં ઉમેરવામાં આવેલ દર છે.