WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoan

લોનના હપતા કે ક્રેડિટકાર્ડના બિલ ભરી શકાય તેમ ન હોય તો સેટલમેન્ટ કેવી રીતે કરવું?

ઘણી વખત વ્યક્તિની આર્થિક સ્થિતિ એવી ડામાડોળ થઈ જાય છે કે તેઓ લોન ભરી શકતા નથી અથવા ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ કરી શકતા નથી. આવી સ્થિતિમાં તમામ ઉપાય નિષ્ફળ જાય ત્યારે લોન સેટલમેન્ટ કરવાનો છેલ્લો રસ્તો બાકી રહે છે. લોન સેટલમેન્ટ શું છે અને તેનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તેના વિશે જાણો.

Loan Settlement: વધારે પડતી લોન કે ક્રેડિટ કાર્ડના મોટા બિલ ગમે તે માણસને મુસીબતમાં મુકી દે છે. તેમાં પણ તમે લોન ભરી શકો તેમ ન હોવ અથવા બિલનું પેમેન્ટ ચઢી ગયું હોય તો અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને કોઈએ નોકરી ગુમાવી હોય અથવા મેડિકલ બિલનો મોટો ખર્ચ આવી ગયો હોય ત્યારે હપતા ભરવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે બેન્ક સાથે સેટલમેન્ટનો રસ્તો અપનાવી શકો છો. આ માટે વન ટાઈમ સેટલમેન્ટની પ્રક્રિયા જાણવી જરૂરી છે. અહીં સેટલમેન્ટ વિશે કેટલીક મહત્ત્વની માહિતી આપી છે.

કેવી લોનને સેટલ કરી શકાય?કોઈ વ્યક્તિ લોન લે ત્યારે તેણે મુદલ અને વ્યાજ બંને ભરવાની તૈયારી રાખવી પડે છે. પરંતુ ક્યારેક એવા સંજોગો સર્જાય કે લોન ભરવાની કેપેસિટી ન હોય ત્યારે તેને સેટલ કરવાનો રસ્તો અપનાવવો પડે છે. તમે કોઈ પણ પ્રકારની લોન સેટલ કરી શકો છો. પછી તે પર્સનલ લોન હોય, ઓટો, હોમ, એજ્યુકેશન કે પછી બિઝનેસ લોન હોય. તેવી જ રીતે ક્રેડિટ કાર્ડના દેવાનું પણ સેટલમેન્ટ થાય છે. પરંતુ લોન સેટલમેન્ટ વખતે ધ્યાન રાખો કે તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર મોટી અસર થશે. તેથી તમારી પાસે બીજો કોઈ રસ્તો બાકી રહ્યો ન હોય ત્યારે જ લોન સેટલમેન્ટ કરો. તમે લોન સેટલ કરશો તો તમે લિગલ કાર્યવાહીમાંથી બચી જશો, પરંતુ ભવિષ્યમાં નાણાં મેળવવામાં મુશ્કેલી પડશે.

એક્સપર્ટ કહે છે કે અનસિક્યોર્ડ લોન અથવા પર્સનલ લોનમાં જ સેટલમેન્ટ કરવું જોઈએ. તમે હોમલોન, ઓટોલોન, ગોલ્ડ કે પ્રોપર્ટી સામેની લોનને સેટલ કરશો તો તમારી ગીરવે મુકાયેલી એસેટ જપ્ત કરવામાં આવશે.

કેટલી રકમની લોન સેટલ કરવી?તમે કેટલી લોન સેટલ કરી શકો તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. તેનો આધાર તમે કેટલે સુધી વાટાઘાટ કરી શકો છો અને બેન્ક કેવી શરતો મુકે છે તેના પર રહેલો છે. તમારી પરિસ્થિતના આધારે બેન્કો આંશિક સેટલમેન્ટ પણ સ્વીકારે છે. જોકે, શક્ય હોય તો આખેઆખી લોનનું સેટલમેન્ટ કરો. સેટલમેન્ટનો આધાર બાકી હપતા, વ્યાજનો દર અને વાટાઘાટ કરવાની તમારી કેપેસિટી પર રહેશે.

ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમનું સેટલમેન્ટ કરાય?ક્રેડિટ કાર્ડના અમુક હજાર રૂપિયા ચુકવવાના બાકી હોય તેના માટે સેટલમેન્ટ કરવું ન જોઈએ. કારણ કે લાંબા ગાળે જે નુકસાન થશે તે ઘણું મોટું હશે. તમારો ક્રેડિટ સ્કોર એક વખત ખરાબ થઈ જશે તો ભવિષ્યમાં લોન મેળવવામાં મુસીબત બનશે. તમારી કુલ આવકના 20થી 30 ટકા લોન ભરવામાં જતા હોય ત્યાં સુધી સેટલમેન્ટ ટાળો.

છેલ્લા ઉપાય તરીકે જ સેટલમેન્ટ કરોલોન સેટલમેન્ટનો રસ્તો છેલ્લા વિકલ્પ તરીકે જ અજમાવવો જોઈએ. સૌથી પહેલા તો બેલેન્સ ટ્રાન્સફર અથવા રિપેમેન્ટ મોરેટોરિયમનો વિચાર કરો. આ ઓપ્શન પણ ન હોય તો તમારી એસેટ વેચી નાખો અને તેમાંથી જે નાણાં મળે તેના દ્વારા લોનની ચુકવણી કરી દો. કોઈ સ્વજન કે મિત્ર પાસેથી પણ રૂપિયા મળવાની શક્યતા ન હોય ત્યારે વન ટાઈમ સેટલમેન્ટ કરો.

લોન સેટલમેન્ટ કરાવ્યા પછી તરત ફરી લોન મળે?તમે એક વખત લોન સેટલમેન્ટ કરાવી હોય તો અમુક સમય માટે તમારો ક્રેડિટ સ્કોર એકદમ ખરાબ થઈ જશે. તેથી તમારે ક્રેડિટ સ્કોરને સોલિડ બનાવવો જોઈએ અને પછી જ ક્રેડિટ કાર્ડ અથવા લોન માટે અરજી કરવી જોઈએ. સેટલમેન્ટ કર્યા પછી નવી લોન લેતા પહેલાં એક-બે વર્ષ સુધી રાહ જુઓ. આ દરમિયાન તમારા બાકીના પેમેન્ટ સમયસર કરો, દેવું ઘટાડો અને ફાઈનાન્સનું વ્યવસ્થિત સંચાલન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *