WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoanScheme

લોન રિકવરી એજન્ટ કરી રહ્યાં છે પરેશાન? તમારી પાસે આ છે અધિકાર જાણો

આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર લોન રિકવરી માટે મસલ પાવરનો ઉપયોગ કરવો કે ઉપયોગ કરવાની ધમકી આપવી એ હેરાનગતિની વ્યાખ્યામાં આવે છે. જો કોઈ રિકવરી એજન્ટ પરેશાન કરે છે તો શું કરવું, જુઓ આ ખાસ રિપોર્ટમાં.

આજકાલ લોન લઈને જીવન પસાર કરવું એક સામાન્ય વાત બની ગઈ છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ માટે લોન લેતો હોય છે. ઘણા કારણોથી લોકો લોન ચુકવી (LOAN REPAYMENT) પણ નથી શકતા. રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરતા દુર્ગેશ સિંહે અંગત કામ માટે વર્ષ 2018માં પર્સનલ લોન લીધી. એપ્રિલ 2021 સુધી લોનના હપ્તા બરોબર ભરતા રહ્યાં. મહામારીની બીજી લહેરમાં નોકરી જતી રહી. હવે આવક ન રહી તો હપ્તા કેવી રીતે ભરે? આવી પરિસ્થિતિમાં લોન રિકવરી એજન્ટે (RECOVERY AGENT) તેમને ધમકાવવાનું શરૂ કર્યું. આવા ઘણાં કિસ્સા બની ચૂક્યા છે. જો રિકવરી એજન્ટ પરેશાન કરી રહ્યો છે તો તમારી પાસે કયા કાનૂની વિકલ્પ છે? આ અંગે પણ જાણી લેવું જરૂરી છે.

એજન્ટોની અનૈતિક રીતો

હાલના દિવસોમાં એવા ઘણાં ઉદાહરણ જોવા મળ્યા છે કે જ્યાં લોન રિકવરી એજન્ટોએ લોનધારકને ડરાવ્યા-ધમકાવ્યા હોય. ખાસ કરીને ડિજિટલ લેન્ડિંગ એપ્સના કિસ્સામાં કે જ્યાં લોકો ઈન્સ્ટન્ટ લોન આપે છે, ત્યાં આવા બનાવો વધારે બન્યા છે. પૈસાની રિકવરી માટે આ કંપનીઓ તમામ અનૈતિક રીતોનો ઉપયોગ કરે છે. ગ્રાહકોની સાથે બળજબરી કરવામાં આવે છે. ઈ-લેન્ડિંગ એપ્સના શિકાર બનેલા ઘણાં કસ્ટમર્સના સુસાઈડ કરવાના સમાચારો પણ અવારનવાર આવતા રહે છે. ડિજિટલ લેન્ડિંગ એપ્સની જોહુકમીને રોકવા માટે રિઝર્વ બેંક સખત ગાઈડલાઈન જાહેર કરવાની તૈયારીમાં છે.

RBIની ગાઈડલાઈન

  1. લોન રિકવરી એજન્ટ લોન વસૂલાત માટે ધમકી કે ઉત્પીડનનો સહારો ન લઈ શકે. પછી તે મૌખિક હોય કે શારીરિક રૂપમાં જ કેમ ન હોય.
  2. લોન લેનારા વ્યક્તિને વારંવાર ફોન કરવો કે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી ફોન કરવો પણ હેરાનગતિ ગણાય છે.
  3. લોન રિકવરી માટે મસલપાવરનો ઉપયોગ કરવો કે ઉપયોગ કરવાની ધમકી આપવી એ હેરાનગતિની વ્યાખ્યામાં આવે છે.
  4. લોન લેનારા શખ્સના ઘર કે વર્કપ્લેસ પર તેને જણાવ્યા વગર જઈને સગાસંબંધી, દોસ્તો કે સાથી કર્મચારીઓને ધમકાવવા અને પરેશાન કરવા પણ ઉત્પીડન એટલે કે હેરેસમેન્ટ માનવામાં આવશે.
  5. ધમકી કે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ આની વ્યાખ્યામાં આવે છે.
  6. આરબીઆઈની આ ગાઈડલાઈન રેગ્યુલેટેડ એનટીટી અને તમામ પ્રકારની બેંક, પેમેન્ટ્સ બેંકને છોડીને અને NBFC કંપનીઓ પર લાગૂ પડે છે.

રિકવરી એજન્ટો સાથે કેવો વ્યવહાર કરવો?

પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશ બંસલ જણાવે છે કે જો લોન રિકવરી એજન્ટ પરેશાન કરે છે તો તમારે સૌથી પહેલા બેંકને આની ફરિયાદ કરવી જોઈએ. સાથે જ પોતાની પરિસ્થિતિથી બેંકને વાકેફ કરીને લોન રિપેમેન્ટની શરતો પર કામ કરવું જોઈએ. બેંક ફરિયાદનું નિવારણ 30 દિવસમાં ન કરે તો બેંકિંગ ઓબ્ડ્સમેનને ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંકને પણ ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંક, બેંકોને નિર્દેશ આપી શકે છે અને ખાસ કેસમાં દંડ પણ ફટકારી શકે છે.

બંસલ જણાવે છે કે જો રિકવરી એજન્ટ કોઈ ગેર-કાયદે એક્શન લે, માની લો કે મારઝૂડ કરે કે કોઈ એસેટ ઉઠાવી લે તો લોન લેનાર પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જો વધારે હેરાન કરવામાં આવે તો વકીલનો સંપર્ક કરીને રિકવરી એજન્ટે જે હેરાનગતિ કરી છે, જેમ કે કોઈ ખોટો પત્ર લખ્યો હોય કે કોઇ ખોટી કાર્યવાહી કરી હોય તો તેને આધાર બનાવીને કોર્ટમાં પણ જઈ શકાય છે. લોનધારક એટલે કે લોન લેનાર પાસે લોક અદાલત અને કન્ઝ્યુમર કોર્ટ જવાનો પણ ઑપ્શન હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *