WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoanScheme

વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા 10થી વધારે લોકોની કિડની કાઢી લેવાઇ

ખેડા જીલ્લામાં કિડની વચેવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહુધા તાલુકામાં વ્યાજખોરે પૈસા નહીં ચુકવતા દસ જેટલા લોકોની કિડની કાઢાવી લીધા હોવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરો સમયસર વ્યાજ નહીં ભરનાર દેણદારોને દિલ્હી લઇ જઇ કિડની કઢાવી લેતો હતો. હાલ આ મામલે ફરિયાદીએ નડિયાદ પોલીસને અરજી કરી છે.

ખેડા જીલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મહુધા તાલુકાના ભુમાસ ગામના દસ લોકોની કિડની વ્યાજખોરે કઢાવી લીધી છે. આરોપી વ્યાજખોર ભુમાસ અને આસપાસના ગામમાં ધીરાણનો ધિકતો ધંધો ચલાવી રહ્યો હતો. વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા લોકો વ્યાજ ભરી ન શકે તો તેમને દિલ્હી લઇ જઇ તેમની કિડની કઢાવી લેતો હતો. તેના બદલમાં કિડની આપનાર ને 2. થી 2.50 લાખ અપાતો હતો.

આ કિડની રેકેટમાં ફરિયાદીએ અશોક પરમાર નામના શખ્સ સામે નડિયાદ પોલીસમાં નામ જોગ ફરિયાદ દાખલ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ભુમાસ અને આસપાસના ગામોમાં આ રેકેટ ચાલતું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનારનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ફરિયાદીએ નડિયાદ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું કે એક વર્ષ પહેલા તેને પૈસાની તાતી જરૂર હોય ઓશક પરમાર પાસેથી 40,000 રૂપિયા 30 ટકાના દરે વ્યાજે લીધા હતા. ફરિયાદી દર મહિને નિયમિત હપ્તા ચુકવતો હતો. પરંતુ જોઇ કોઇ મહિને હપ્તા ચુકી જાય તો આરોપી ડબલથી વધુ વ્યાજની માંગણી કરતો હતો. ફરિયાદીએ વ્યાજ ચુકવવામાં અક્ષમ હોવાનું જણાવતા આરોપી અશોકે તેને પશ્ચિમ બંગાળમાં સારી નોકરી આપવાનું કહ્યું હતું.

અશકે ફરિયાદીને પગાર પેટે રૂ. 30,000 મળશે તેવી લાલચ આપી હતી. જોકે, આ માટે તેને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે તેમ જણાવ્યું હતું. આ માટે ફરિયાદને મેડિકલ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ થયું હતું. ત્યાર બાદ ફરિયાદીને એપ્રિલ 2023માં ટ્રેનમાં બેસાડી પશ્ચિમ બંગાળના હાવડા લઇ જવામાં આવ્યો હતો.

ફરિયાદીને હાવડા શહેરની મધ્યમાં આવેલી એક ઇમારતમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં અગાઉથી એક મહિલા સહિત ત્રણ લોકો ત્યાં હાજર હતા. તેની પાસે કેટલાક સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવી લીધી હતી. જોકે, આ સમય સુધી ફરિયાદીને તેની સાથે શું થઇ રહ્યું છે તેનાથી અજાણ હતો. આરોપી અશોક ફરિયાદીને હાવડાથી દિલ્હી લઇ ગયો હતો. જ્યાં તેને એક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

ફરિયાદીને દિલ્હીની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે ફરિયાદીને હિન્દી પુછ્યું કે તમે તમારી મરજીથી કિડની કઢાવો છે. ત્યારે ફરિયાદીને ખબર પડી તેને છેતરીને અહીં લાવવામાં આવ્યો છે.

ડોક્ટરોએ ઓપરેશન પહેલા કેટલાક મેડિકલ ટેસ્ટ કરવવા જણાવ્યું હતું. જેના માટે એક અઠવાડિયા જેટલો સમય ફરિયાદીને મળી ગયો હતો. ફરિયાદીને તક મળતા આરોપી અશોકને ચકમો આપી તેની ગાડી અને તેને સહી કરાવેલા સ્ટેમ્પ પેપર પર લઇ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યા હતા. ફરિયાદી ત્યાંથી રેલવે સ્ટેશન પહોંચી અમદાવાદ પહોંચી ગયો હતો. અમદાવાદથી વતન પરત પહોંચતા ફરિયાદીને જાણવા મળ્યું કે આ પહેલા ગામના દસથી વધુ લોકો આ રીતે પોતાની કિડની ગુમાવી ચુક્યા છે.

ફરિયાદી આરોપીના ડરથી આજ દિવસ સુધી કોઇ ફરિયાદ કરી નહતી. જોકે, 15મી સપ્ટેમ્બર 2023ના રોજ આરોપી અશોકે ફરી ફરિયાદી પાસે 20,000ની સામે 70,000ની ઉઘરાણી કરી હતી. જોકે, ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી તો અશોક ઉશ્કેરાઇને તેના ઉપર હુમલો કર્યો હતો. આ સમયે બુમબરાડા થતાં આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો અને ફરી નજર સામે આવ્યો તો તારી માતાને દેહવ્યાપરના ખોટા કેસમાં ફસાવી તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદીએ આ મામલે નડિયાદ પોલીસને ફરિયાદ કરી છે. આરોપીએ સ્ટેમ્પ પેપર સહિતના પુરાવા પોલીસ સમક્ષ કરી ન્યાયની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *