સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ
શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લઘુમતી સમુદાયના એક યુવકે ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.
ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે.”
પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પથ્થરમારાને લઈને અપડેટ
એબીપી અસ્મિતાની સુરતના શહેરીજનોને શાંતિ જાળવવાની અપીલ કરે છે.
પોલીસ પણ બંને સમુદાયના લોકોને શાંતિ રાખવા કરી રહી છે અપીલ કરે છે.
પોલીસની તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
સૈયદપુરાની ઘટનાની કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કરી નિંદા.
કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની શાંતિ જાળવવા અપીલ કરી છે.
શહેરની શાંતિ ડહોળનાર કોઈને સાંખી નહીં લેવાની પોલીસે ખાતરી આપી છે.
પોલીસની ખાતરી છતા હિંદુ યુવકો પોલીસ મથક છોડવા માટે તૈયાર નથી.
ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.
પોલીસે કોઈ પણ જવાબદારોને નહીં છોડવા આપી ખાતરી.
શહેરની શાંતિ ડહોળનારાને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ મક્કમ.
સુરત શહેરમાં શાંતિનો માહોલ યથાવત રાખવા પોલીસ મક્કમ.
ગણેશજીની પ્રતિમાને ખંડિત કરવાના પ્રયાસને સાંખી નહીં લેવાયઃ સાંસદ
સાંસદ મુકેશ દલાલની લોકોને શાંતિ જાળવવાની અપીલઃ સાંસદ
ગૃહરાજ્યમંત્રીએ કડક કાર્યવાહીના આપ્યા આદેશ.
ગણેશ ઉત્સવ પર પથ્થરમારો કરનારને નહીં બક્ષવાની ગૃહરાજ્યમંત્રીની ખાતરી.
એક પણ અસામાજિક તત્વને નહીં છોડવાની ગૃહરાજ્યમંત્રીની પોલીસને સૂચના.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સ્પષ્ટ સૂચના.
શાંતિ ડહોળનારા તત્વને નહીં છોડવા સુરત પોલીસ કમિશનરને સૂચના.
ઉત્સવમાં કાંકરિચાળો કરનારા એક પણને ન બક્ષવા આદેશ.
ગૃહરાજ્યમંત્રીએ કડકમાં કડક કાર્યવાહની આપ્યા આદેશ.
સવાર સુધીમાં આવી પ્રવૃતિમાં સંડોવાયેલાને પકડી પાડવા સૂચના.
ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પોલીસ કમિશનરને પકડવાના કર્યા આદેશ.
સૈયદપુરાની ઘટના અંગે મે પોલીસ કમિશનર સાથે કરી વાતઃ પૂર્ણેશ મોદી
CPને કડક હાથે કાર્યવાહી કરવા કરી રજૂઆતઃ પૂર્ણેશ મોદી