WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoanScheme

હોમ લોનના હપ્તા ન ભર્યા તો શું થશે? જાણો બેંક ક્યારે મારે છે ઘર પર સીલ શેયર કરો

આજના સમયમાં ઘર ખરીદવું થોડું સરળ થઈ બની છે, હોમ લોનના કારણે લોકોના પોતાના ઘરના સપના પૂરા થઈ રહ્યા છે. ખાસકરીને મોટા શહેરોમાં લોકો હોમ લોન  (Home Loan) લઈને સપનાનું ઘરે ખરીદે છે. કારણે નાકરીયાત લોકોને સરળતાથી હોમ લોન મળી જાય છે. જોકે, હવે નાના શહેરોમાં પણ ઝડપથી ફ્લેટ કલ્ચર વધી રહ્યું છે.

હોમ લોનના હપ્તા ન ભરવાથી શું થશે?

પરંતુ ઘણી વખત કેટલાક ગ્રાહકો હોમ લોન  (Home Loan)ની EMI સમયસર ચૂકવી શકતા નથી. ખાસ કરીને નોકરી જતી રહેવાથી અથવા મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં લોકો હપ્તા (EMI) ભરવાના ચૂકી જાય છે. શું તમે જાણો છો કે તમે હોમ લોનની EMI નહીં ચૂકવો તો શું થશે? બેંક કેટલી EMI સુધી રાહ જુએ છે અને પછી તે શું પગલાં લે છે? વાસ્તવમાં હોમ લોનને સુરક્ષિત લોનને સિક્યોર લોનની કેટેગરીમાં રાખવામાં આવે છે, તેથી તેના બદલામાં ગ્રાહકે ગેરંટી તરીકે બેંકની પાસે કોઈપણ સંપત્તિ ગિરવે રાખવી પડે છે.

સૌથી પહેલા બેંક કરે છે આ કામ

હવે ચાલો જાણીએ કે હોમ લોનની ચુકવણી ન કરવા પર RBIની ગાઈડલાઈન શું છે. જો કોઈ ગ્રાહક હોમ લોનનો પહેલીવાર હપ્તો ચૂકવતા નથી તો બેંક કે નાણાકીય સંસ્થા તેને ગંભીરતાથી લેતી નથી. બેંકને લાગે છે કે કોઈ કારણસર EMIમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ જ્યારે ગ્રાહક સતત બે EMI નથી ભરતા, ત્યારે બેંક પહેલા એક રિમાઈન્ડર મોકલે છે. આ પછી પણ જો ગ્રાહક ત્રીજો EMI ભરવામાં નિષ્ફળ જાય છે, તો બેંક ફરીથી લોન ચૂકવવા માટે એક કાનૂની નોટિસ મોકલે છે.

પછી બેંક આવે એક્શનના મૂડમાં

એક રીતે સતત ત્રીજો હપ્તો ન ભરતા બેંક એક્શનના મૂડમાં આવી જાય છે. જો લીગલ નોટિસ પછી ગ્રાહક હપ્તો ન ભરે તો પછી બેંક ગ્રાહકને ડિફોલ્ટર જાહેર કરે છે. સાથે જ બેંક લોન એકાઉન્ટને NPA માની લે છે. અન્ય નાણાકીય સંસ્થાઓના મામલામાં આ મર્યાદા 120 દિવસની હોય છે. આ સમય મર્યાદા પછી બેંક રિકવરી પ્રક્રિયા વિશે વિચારવાનું શરૂ કરે છે.

RBIની આ છે ગાઈડલાઈન

સિક્યોર્ડ લોનમાં પ્રોપર્ટીને ગિરવે રાખવામાં આવે છે, જેથી જો લોન ચૂકવવામાં ન આવે, તો બેંક તે મિલકત વેચીને લોનની ભરપાઈ કરી શકે. જો કે, બેંક તરફથી આ સૌથી છેલ્લો વિકલ્પ હોય છે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, ગ્રાહકોને લોન ચૂકવવા માટે ઘણો સમય આપવામાં આવે છે. બેંકની પાસે તેના પૈસા પરત મેળવવા માટે કાયદેસર રીતે છેલ્લો વિકલ્પ હરાજી છે. હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ લોનની રકમને સરભર કરવા માટે થાય છે.

હરાજીની મોકલે છે નોટિસ

સામાન્ય રીતે, ત્રણ મહિના સુધી EMI ન ચૂકવ્યા પછી બેંક ગ્રાહકને વધુ બે મહિના આપે છે. જો ગ્રાહક આમાં પણ હપ્તા ભરવાથી ચૂકી જાય છે, તો બેંક ગ્રાહકને મિલકતની અંદાજિત કિંમત સાથે હરાજીની નોટિસ મોકલે છે. જો ગ્રાહક હરાજીની તારીખ પહેલાં એટલે કે હરાજીની નોટિસ મળ્યાના એક મહિના પછી પણ હપ્તો ચૂકવતા નથી, તો બેંક હરાજીની ઔપચારિકતાઓની સાથે આગળ વધે છે.

ગ્રાહકનો CIBIL/ક્રેડિટ સ્કોર થઈ જાય છે ખરાબ

જોકે, આ 6 મહિનાની અંદર ગ્રાહક ગમે ત્યારે બેંકનો સંપર્ક કરી શકે છે અને બાકી રકમ ચૂકવીને મામલો ઉકેલી શકે છે. સમયસર લોન ન ચૂકવવાને કારણે સૌથી મોટું નુકસાન એ થાય છે કે બેંક ગ્રાહકને ડિફોલ્ટર જાહેર કરે છે. જેનાથી ગ્રાહકનો CIBIL/ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે. ખરાબ CIBIL સ્કોરને કારણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની લોન મેળવવી મુશ્કેલ બની જાય છે.

EMI ચૂકવવામાં સક્ષમ ન હોય તો શું કરવું?

જો કોઈ વ્યક્તિ સાથે આવી પરિસ્થિતિ ઊભી થાય છે, એટલે કે તેઓ EMI ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તેના માટે પણ કેટલાક ઉપાયો છે. ગ્રાહક જ્યાંથી તેમણે હોમ લોન લીધી હોય તે બેંકનો સંપર્ક કરી શકે છે અને તેમની નાણાકીય પ્રાથમિકતાઓના આધારે હોમ લોનનું પુનર્ગઠિન કરવાની રીતો પર ચર્ચા કરી શકે છે. ગ્રાહક પોતાની સમસ્યા બેંકને જણાવી શકે છે અને દસ્તાવેજો પણ જમાં કરાવી શકે છે. આમ કરવાથી EMI થોડા મહિનાઓ સુધી મુલતવી રાખવામાં અથવા EMIની રકમ ઘટાડવામાં મદદ મળી શકે છે. જોકે, આવા કિસ્સામાં હોમ લોનના વર્ષમાં વધારો થશે. 

આ સિવાય સીધો ઉકેલ એ છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે હોમ લોનની EMI સમયસર ચૂકવવાનો પ્રયાસ કરવો. આ માટે જો ફિક્સ ડિપોઝીટ હોય તો તેને તોડી નાખો. જો તમારી પાસે કોઈ રોકાણ હોય તો તેને ઉપાડો અને EMI ચૂકવો. આ માટે તમે પરિવાર અથવા મિત્રો પાસેથી પૈસા ઉછીના પણ લઈ શકો છો અને પછીથી તેને તમારી અનુકૂળતા મુજબ પરત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *