WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

InsuranceLoanScheme

20 વર્ષની લોન 12 જ વર્ષમાં ચૂકવી દેવી હોય તો ફટાફટ કરી લો આ કામ, બચી જશે લાખો રૂપિયાનું વ્યાજ

તમે સ્માર્ટ સેવિંગ દ્વારા 20 વર્ષની લોન 12 વર્ષમાં ચૂકવી શકો છો. બસ EMI વધારીને કેવી રીતે ચુકવણી કરવી તે જાણવાની જરૂર છે જેથી લોનની અવધિ અડધાથી ઓછી થઈ જાય. ચાલો જાણીએ.

આ રીતે 20 વર્ષની લોન 12 જ વર્ષમાં ચૂકવો

સ્માર્ટ સેવિંગ દ્વારા તમારે લોનની અવધિ ઘટાડી શકો છો

લોનનું વ્યાજ ખૂબ જ વધુ હોય છે

લોનના લાંબા સમય સુધી ચાલવાથી વ્યાજ વધુ ચૂકવવું પડે છે. જો વહેલી ચુકવણી કરવામાં આવે તો ડબલ ફાયદો થાય છે. ઘણાં લોકો એવા છે જે હોમ લોન લઈને ઘર ખરીદતા હોય છે. વર્ષો પહેલાં લીધેલી લોન વધુ વ્યાજ દર ચૂકવવી પડે છે. લોનનું વ્યાજ ખૂબ જ વધુ હોય છે, એકવાર તમે તેને યોગ્ય રીતે સમજી લો, પછી તમે જાણશો કે તમારે મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે. આને ટાળવાનો એકમાત્ર રસ્તો છે કે પ્રીપેમેન્ટ કરીને જેટલું બને એટલું જલ્દી લોન ચૂકવી દેવામાં આવે અને વ્યાજથી બચી શકાય. 

જો તમે લોનની રકમ પ્રીપેમેન્ટમાં ચૂકવો છો, તો વ્યાજ દર ઓછું થશે. શક્ય છે કે 20 વર્ષની લોન 10 વર્ષમાં પૂરી થઈ જાય. લોન લેતી વખતે લોકો ઘણી વાર લાંબી અવધિ માટે ઇએમઆઈ રાખે છે જેથી ઓછાં પૈસા ચૂકવવા પડે. પરંતુ આ મામલામાં વધુ વ્યાજ ચૂકવવું પડે છે. જેથી ફાઈનાન્શિયલ પ્લાન કરનાર હમેશાં નાની અવધિ માટે લોન લેવાની સલાહ આપે છે.

કઈ રીતે અવધિ ઓછી કરવી

લોનનું પ્રીપેમેન્ટ કરવા માટે દર મહિને ઈએમઆઈ કરતા વધુ રકમ જમા કરો. 20 વર્ષની લોન પર દરેક ઇએમઆઈ પર 5 ટકા પૈસા વધારી દેશો તો અવધિ 8 વર્ષ સુધી ઘટી શકે છે. જો ઇએમઆઈમાં 10 ટકાનો વધારો કરવામાં આવે છે, તો 20 વર્ષની લોન 10 વર્ષમાં સમાપ્ત થઈ જશે. લોન લેનાર પાસે લોન પરના વ્યાજને ઘટાડવા માટે બે વિકલ્પો છે. પ્રથમ જો તમે એક સાથે 5-10 લાખ રૂપિયા જમા કરો, તો 5 વર્ષ પછી ઇએમઆઈની રકમ વધારવી જોઈએ.

50 લાખની લોન પર કેટલું વ્યાજ

જો કોઈ લોન લેનાર 5 વર્ષ પછી 10 લાખ રૂપિયા પ્રીપેમેન્ટ કરે છે, તો તેને વ્યાજ પર મોટી રાહત મળે છે. માની લો કે કોઈ વ્યક્તિએ 20 વર્ષની 50 લાખ રૂપિયાની લોન લીધી છે. 38,765 રૂપિયાની ઇએમઆઈ 7% વ્યાજ દર સાથે આવશે. 5 વર્ષ પછી 10 લાખ રૂપિયાની ચુકવણી કરવાથી લોનની મુદત 5 વર્ષ ઘટી જશે. મૂળ વ્યાજ અગાઉ 26.65 લાખ રૂપિયા હતું, તે ઘટીને 12.87 લાખ થશે. આ સાથે 13.78 લાખ રૂપિયાની બચત થશે. જો એ જ 10 લાખ રૂપિયા (જે પ્રીપેમેન્ટ કર્યા છે)નું રોકાણ કરો છો, તો પછી 10 વર્ષ પછી તમને 8% વ્યાજ પર 21.59 લાખ રૂપિયા મળશે. જો વ્યાજ 10 ટકા છે, તો આ રકમ 25.94 લાખઅને જો વ્યાજ 12 ટકા છે તો 31.06 લાખ મળશે.

તમે કેટલું વ્યાજ બચાવી શકો છો

હવે જો તમે ઇચ્છો તો 50 લાખની તમારી હોમ લોન પર 5 વર્ષ બાદ દરેક ઈએમઆઈ પર 20000 રૂપિયા વધાી શકો છો. જે તમારા હાથમાં છે. જો તમે પૈસા રોકાણ કર્યા છે અને તેમાં સારું રિટર્ન મળી રહ્યું છે તો એ પૈસાથી ઈએમઆઈનું પ્રીપેમેન્ટ કરીને વ્યાજદર ઘટાડી શકાય છે.  જો ઇએમઆઈમાં 20,000 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, તો લોનની ચુકવણીની મુદત 7 વર્ષ ઘટશે. જો ઇએમઆઈ ન વધારવામાં આવે તો 50 લાખ રૂપિયા પર 7 % વ્યાજ મુજબ મૂળ વ્યાજ 26.55 લાખ થશે. જો ઇએમઆઈમાં 20 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે તો નવું વ્યાજ 13.32 લાખ રૂપિયા થશે. આ રીતે તમે 13.33 લાખ સુધીની બચત કરી શકો છો.

પ્રીપેમેન્ટના ફાયદા

તમે 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષ માટે  લોનનું પ્રીપેમેન્ટ શરૂ કરી શકો છો. જો બાકી લોનની રકમનો 10% 1 વર્ષ પછી પ્રીપેમેન્ટ કરવામાં આવે તો તે લોનની મુદત સાડા ત્રણ વર્ષ સુધી ઘટે છે. જો તે 5 વર્ષ પછી કરીએ, તો 2 વર્ષ ઘટાડીને 5 મહિના થાય છે. 10 વર્ષ પછી કરીએ તો 1 વર્ષ 5 મહિના માટે અવધિ ઘટે છે અને 15 વર્ષ પછી કરીએ તો 7 મહિના માટે ઘટે છે. આનો ફાયદો એ છે કે એક વર્ષ પછી પૂર્વ ચુકવણીએ 29% વ્યાજ ઘટી જાય છે, જ્યારે 5 વર્ષ પછી 26%, 10 વર્ષ પછી 24% અને 15 વર્ષ પછી વ્યાજ 21% વ્યાજ ઘટે છે.

One thought on “20 વર્ષની લોન 12 જ વર્ષમાં ચૂકવી દેવી હોય તો ફટાફટ કરી લો આ કામ, બચી જશે લાખો રૂપિયાનું વ્યાજ

  • Vimlesh Modh

    Your guidance is totally wrong , how this this you explain long term is not profitable . If your take loan 50lk for 35 years then your emi is around 40k after 3 month you available extra payment and you do extra payment then direct capital be less so you finish your loan before 10 years

    For more details contact me I m a government approve financial advisor

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *