WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આપણું ગુજરાત

જ્ઞાન થી શબ્દ સમજાય અને… અનુભવ થી અર્થ

Scheme

બ્યુટી પાર્લર કીટ સહાય: રોજગાર માટે મહિલાઓને કીટ અને તાલીમ સહાય.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, બ્યુટી પાર્લર કીટ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શું છે?, બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Beauty Parlour Kit Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શું છે?

Beauty Parlour Kit Sahay Yojana એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થતિના કારણે બ્યુટી પાર્લર કીટ  નથી ખરીદી શકતા તેવા નાગરિકો આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,800/- ની સહાય આપવામાં આવશે.


બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું?

Beauty Parlour Kit Sahay Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ જે લોકો બ્યુટી પાર્લર નો ધંધો ચાલુ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી શકતા તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસ્યા ચાલુ કરી આત્મનિર્ભર બની શકે.


બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો મળશે.
  • જે લોકો પાસે BPL કાર્ડ છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો જે બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે, પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાના કારણે બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી પરંતુ જો તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવી છે. તો આ Beauty Parlour Kit Sahay Yojana હેઠળ તેમને રૂપિયા 11,800/- ની સહાય આપવામાં આવે છે.


ઘરઘંટી સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Beauty Parlour Kit Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થીના આધારકાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થીના ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થીનું રેશનકાર્ડ.
  • આવકનો દાખલો.
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
  • શહેરી વિસ્તાર રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ.
  • લાભાર્થીનો ઉંમરનો પુરાવો.
  • લાભાર્થીનો જાતિનો દાખલો (જે જાતિનો હોય તે).
  • જો વિધવા મહિલા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર.
  • ફ્લોર મિલની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *